હળવદમાં સેવા ભાવિ પાટિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બે વ્યક્તિઓને સાયકલ ભેટમાં આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી બે નવી સાયકલ સંત દીપક મહારાજના હસ્તે અર્પણ કરી તેમના મોઢા પર સ્મિત લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
હળવદમાં સેવા ભાવિ પાટિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બે વ્યક્તિઓને સાયકલ ભેટમાં આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. હળવદમાં બે વ્યક્તિઓ છાપા વેચવાનું કામ કરે છે જેમને કામ માટે સાયકલની જરૂરિયાત હોવાથી દાતાઓના સહયોગથી બે નવી સાયકલ સંત દીપક મહારાજના હસ્તે અર્પણ કરવામાં આવી હતી અને તેમના મોઢા પર સ્મિત લાવવા માટે તેમજ તેઓની તકલીફમાં થોડો ઘટાડો કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.જે કાર્યક્રમમાં સંજયભાઈ પારેજીયા, કાળુંભાઈ (સોનાલિકા ટ્રેકટર શોરૂમ વાળા), દલવાડી સાહેબ, જાની સાહેબ, નરેન્દ્રભાઇ વોરા, મહેતા સાહેબ, નરેન્દ્રભાઇ ગાંધી, હરીશભાઈ રબારી, ધીરુભાઈ, રાજેશભાઈ મનીષભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.