હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા પશુપાલક અને તેમના મિત્રો પોતાની ગાય લઈને રાણેકપર ગામ સંબંધીને આપવા છોટાહાથી વાહનમાં જતા હોય ત્યારે હળવદની હરીદર્શન ચોકડી નજીક એક બોલેરોમાં આવેલ શીખ સમુદાયના બે ઈસમોએ છોટાહથી વાહન ઉપર આડેધડ પથ્થરમારો કર્યો હતો, જે પથ્થરમારામાં છોટાહાથી ચાલકને ઇજાઓ પહોંચી હતી, તથા છોટાહાથી વાહનનો આગળનો કાચ તથા બોનેટમાં નુકસાની થઈ હતી, પથ્થરમારો કરી અપશબ્દો બોલી બોલેરો સવાર બંને ઈસમો ત્યાંથી નાસી ગયા હતા. બનાવને લઈને હળવદ પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદના ખારીવાડીમાં રહેતા ખોળાભાઈ રણેશભાઈ ટોટા ઉવ.૨૫ એ આરોપી ગુર મુખસિંગ ભાદા શીખ રહે. ઢુંવા રેલ્વે સ્ટેશન પાછળ તા. વાંકાનેર તથા આરોપી મહેન્દ્ર સિંગ બંગા શીખ રહે.વાંકાનેર પટેલ સીરામીક પાસે હસનપર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઈ તા.૧૮/૦૭ ના રોજ ખોળાભાઈ તેમના મિત્ર ખોડાભાઈ રબારીનું છોટાહાથી વાહનમાં ગાય ભરીને રાણેકપર તેમના સંબંધીને ત્યાં મુકવા જતા હતા, ત્યારે સાથે અન્ય બીજા બે મિત્રો પણ સાથે હોય, ત્યારે રાત્રીના સાવ દસેક વાગ્યે હળવદ રાણેકપર રોડ હરિ દર્શન ચોકડીએ પહોંચ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૦૩-એડબલ્યુ-૯૩૩૪ માંથી બે શીખ સમુદાયના ઈસમો છોટાહાથી વાહન ઉપર પથ્થર મારો કરવા લાગ્યા, જેથી છોટાહાથી ચાલક ખોડાભાઈને ખંભાના ભાગે એક પથ્થર વાગતા, તેમને વાહન ઉભું રાખી દીધું હોય, ત્યારે બોલેરોમાં આવેલ બન્ને લોકો ગાળો આપીને ત્યાંથી મોરબી બાજુ નાસી ગયા હતા. હાલ હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.