મોરબી તાલુકા પોલીસે ગોરખીજડીયા ગામની સીમમાં નવલખી રોડ ઉપરથી સીએનજી રીક્ષા રજી.નં.જીજે-૩૬-ડબલ્યુ-૨૩૦૧ માં અલગ અલગ બે બાચકામાં ૧૧૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી અલ્તાફભાઇ હૈદરભાઇ ભટી ઉવ-૨૨ રહે. કુલીનગર વીશીપરા મોરબી તથા હનીફાબેન સૈયદુભાઇ મેફાભાઇ જેડા ઉવ-૩૭ રહે. કુલીનગર વીશીપરા મોરબી વાળાની અટકાયત કરી હતી. આ સાથે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ પાસેથી રીક્ષા કિ.રૂ.૧ લાખ તથા દેશી દારૂ કિ.રૂ.૨૨ હજાર સહિત ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









