મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે ધકેલવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં દારૂનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ મોરબી જિલ્લા એસપી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવા સુચના આપી હતી. જેથી મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયાએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી તથા મનીષાબેન સુરેશભાઇ થરેસા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા બંને વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બંને આરોપીઓની અટકાયત કરી હતી અને સલીમભાઇ બાબુભાઇ વિકીયાણીને મધ્યસ્થ જેલ વડોદરા તથા મનીષાબેન સુરેશભાઇ થરેસાને જિલ્લા જેલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા,