ગુજરાતમાં બની રહેલી શરીરસંબંધી ગુનાઓને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત માળીયા મીયાણા પોલીસ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબધી ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા કાર્યવાહી કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં શરીર સંબધી ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવા સુચના આપી હતી. જે અન્વયે માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબધી ગુન્હામાં સંડોવાયેલ ઈસમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટએ યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારખાભાઇ સંધવાણી તથા ઇકબાલભાઇ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના પાસા વોરંટ ઇસ્યુ કરતા પાસા વોરંટની બજવણી કરતા આજે તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ માળીયા મી. પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા વોરંટની બજવણી કરી યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારખાભાઇ સંધવાણીને ભાવનગર જીલ્લા જેલ તથા ઇકબાલભાઇ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરને જુનાગઢ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે