હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દેશી દારૂના કેસોમાં સંડોવાયેલા બે ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બન્ને આરોપીઓનક પાસા દરખાસ્ત મંજુર થતા હળવદ પોલીસે બંને આરોપીઓને ઝડપીને જેલ હવાલે કર્યા છે.
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ વિભાગ સક્રિય બન્યો છે. રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં હળવદ પોલીસ પીઆઆઈ આર.ટી. વ્યાસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલા બે ઈસમો અશ્વિન ચંદુભાઈ ખાંભડીયા અને કિશન બેચરભાઈ ખાંભડીયા, બન્ને રહે. સુંદરગઢ, તા. હળવદ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. જે અનુસંધાને મેજિસ્ટ્રેટ કે.બી ઝવેરી દ્વારા બંને વિરુદ્ધ પાસા વોરંટ જાહેર કરતા, હળવદ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બંને આરોપીઓને ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.