Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં બે અકસ્માતોમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

મોરબીમાં બે અકસ્માતોમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

મોરબીમાં અકસ્માતોનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી માં બે અકસ્માત સર્જાયા હતા. જેમાં મોટરસાઈકલ આડું કૂતરું આવી જતા તેને બચાવવા જતા બાઈક ડીવાડરની પાળી સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય બનાવમાં એક વૃધ્ધનું રોટાવેટરમાં પગ આવી જતા વૃધ્ધનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં ટીંબડી પાટીયા પાસે સુરેશ પેટ્રોલીયમમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં અસલમ અસગર અંસારી ગત તા.૦૪/૧૦/૨૦૨૩ ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાનું GJ-36-D-0690 નંબરનું હીરો કંમ્પનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને જતો હતો. તે દરમ્યાન ટીંબડી ગામની સીમ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાટીયા પાસે આવેલ સોમનાથ સર્વીસ સ્ટેશનની સામે સર્વીસ રોડ ઉપર મોટરસાઈકલ આડુ અચાનક કુતરુ આવતા અકસ્માતે મોટરસાઈકલ ડીવાડરની પાળી સાથે અથડાતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

બીજા બનાવમાં, મોરબીનાં જેતપર (મચ્છુ) ખાતે રહેતા રામજીભાઇ ત્રિભોવનભાઇ અધારા ગઈકાલે જેતપર ગામની રાપરીયુ સીમમા સૈારાજ કંપનીના ટ્રેક્ટરથી ખેતરમા રોટાવેટર ચલાવતા હતા દરમ્યાન રોટાવેટરમા અવાજ આવતા જે આધેડ ચેક કરવા સારુ રોટાવેટર ઉપર ઉભા હતા. દરમ્યાન અકસ્માતે પગ લપસતા બન્ને પગ રોટાવેટરમા આવી જતા જમણો પગ ઢીંચણના ઉપરના ભાગેથી તથા ડાબો પગ ઢીચણ નીચે કાંડાના ભાગેથી કપાય જતા ગંભીર ઇજા થતા લોહી નિકળી જતા આધેડનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!