મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાંપા રાજવીર જવાના રસ્તે બે ઈસમો પ્લાસ્ટિકના બચકામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે પંચોને સાથે રાખી ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી ભરતભાઇ તુલસીભાઈ રાઠોડ ઉવ.૨૧ રહે. લીલાપર અનુ.જાતિ વાસ તથા આરોપી અમિતભાઇ જગદીશભાઈ પરમાર ઉવ.૨૩ રહે.ગોકુળ રેસિડેન્સી લીલાપર રોડ વાળા એમ બે આરોપીઓને પ્લાસ્ટિકના બાચકા તથા ખાખી બોક્સમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મીલી. ની ૧૩૨ બોટલ કિ.રૂ.૧૧,૬૧૬/-સાથે પકડી લેવામાં આવી, આરોપીઓ પાસે રહેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.