વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે અનારસર ગામની સીમમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન ૩૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ. ૭,૫૦૦/-તથા ૩૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૭,૦૦૦/- સાથે આરોપી વિશાલભાઇ નાનજીભાઇ સીતાપરા ઉવ-૨૫ રહે. અમરસર ગામ તા.વાંકાનેર તથા મુરાદભાઇ ઉર્ફે જીવણભાઇ મનોજભાઇ વિકાણી ઉવ.૨૪ રહે.નવી રાતીદેવળી રામાપીરના મંદીર સામે તા.વાંકાનેર વાળાની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ પાસેથી રૂ.૧૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પરોહિમાએક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.