મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામ નજીક તેમજ ત્રાજપર ચોકડી પાસે એમ બે અલગ અલગ સ્થળોએ થી બે ઇસમોને વિદેશી દારૂની એક-એક બોટલ સાથે પકડી લેવામાં આવ્યા છે, જેમાં ત્રાજપર ગામ નિત્યાનંદ સોસાયટી નજીકથી આરોપી કરણભાઈ ગોરધનભાઇ સનુરા ઉવ.૨૧ રહે.મોરબી સર્કિટ હાઉસ પાસે ભારતપરા મફતીયાપરા વાળાની તેમજ ત્રાજપર ચોકડીએ એસ્સાર પેટ્રોલપંપ નજીકથી આરોપી કિશનભાઈ પ્રદ્યુમ્નભાઈ વરાણીયા ઉવ.૨૩ રહે. પાવન પાર્ક ત્રાજપર ચોકડી નજીક વાળાને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલ બંને આરોપીઓ પાસેથી વિદેશી દારૂની એક એક બોટલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.