માળીયા(મી) ટાઉનમાં મેઈન બજારમાં અંબિકા જ્વેલર્સની સામેની શેરી પાસે જાહેરમાં વર્લી ફિચર્સના વિવિધ આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ હૈદરભાઈ આમદભાઈ કટીયા ઉવ.૫૮ રહે.માળીયા(મી) તાલુકા શાળા પાસે તથા નૂરમામદભાઈ રાસંઘભાઈ મોવર ઉવ.૬૦ રહે.રૂળીયા વાંઢ માળીયા(મી) વાળા એમ બે આરોપીઓને માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ.૬૬૦/- તેમજ વર્લી ફિચર્સના જુગાર રમવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.