Friday, May 23, 2025
HomeGujaratમોરબી શનાળા ભક્તિનગર સર્કલ નજીક બિયરના ૬ નંગ ટીનની લેતી દેતી કરતા...

મોરબી શનાળા ભક્તિનગર સર્કલ નજીક બિયરના ૬ નંગ ટીનની લેતી દેતી કરતા બે પકડાયા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા ભક્તિનગર સર્કલ નજીક ઓવરબ્રિઝ નીચે ઓલા બાઇકના શોરૂમ સામે બડવાઇઝર બિયરના ૬ નંગ બિયરના ટીન કિ.રૂ.૬૦૦/- ની લેતી દેતી કરતા આરોપી જીગ્નેશભાઈ ભુપતભાઇ મોરી ઉવ.૨૭ રહે.મોરબી-૨ હરિપાર્ક સોસાયટી સર્કિટ હાઉસ સામે તથા મેહુલભાઈ હરસુરભાઈ કાતરીયા ઉવ.૩૨ રહે.૭૦૧ ઇસ્કોન બી શનાળા બાયપાસ મુરલીધર હોટલ પાસે વાળા એમ બે આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!