મોરબીમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત તા.૦૧/૦૧/૨૦૨૩ ના રાત્રીના સમયે વધુ એક અકસ્માતની ઘટના મોરબી માળીયા હાઇવે પરથી સામે આવી છે. જેમાં રોડ સાઈડમાં પડેલ આઇસર પાછળ ઇકો ચાલકે ભટકાડી દેતા બેથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૧/૦૧/૨૦૨૩ ના રાત્રીના સમયે મોરબી માળીયા હાઇવે રોડ નાગડાવાસ ગામના પાટીયા નજીક હાઇવે રોડ ઉપરથી પસાર થઇ રહેલ GJ-03-MB-8034 નંબરની ઇકો કારનાં ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી રોડની સાઇડમા પડેલ GJ-14-Z-1873 નંબરની આઇસર કારનાં પાછળના ભાગે ભટકાડી રોહીતભાઇ ઉર્ફે રવિભાઇ ધીરજભાઇ રાઠોડના માતા સવિતાબેનને બન્ને પગમા તથા મોઢાના ભાગે તથા રોહીતભાઇના બહેન શિલ્પાને કમરના ભાગે ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇકો કાર ચાલક વિશાલભાઇ જશુભાઇ ગોંડલીયા વિરુદ્ધ રોહીતભાઇ ઉર્ફે રવિભાઇ ધીરજભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.