Monday, November 25, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતની પાંચ ગોઝારી ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા

મોરબી જિલ્લામાં અકસ્માતની પાંચ ગોઝારી ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા

મોરબી જિલ્લામાં અકસ્માતની ગોઝારી ઘટનાની વણઝાર આજે પણ યથાવત રહી હતી. અકસ્માતના પાંચ બનાવમાં બે લોકોના મોત અને અનેક વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતની ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર – મોરબી હાઈ વે પર આવેલ જાંબુડીયા બ્રીજ નજીક બે ટ્રેલર વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં ક્લીનરનું મોત નીપજ્યું છે જ્યારે ટ્રેલર ચાલકને પણ ઇજા થયાનું સામે આવ્યું છે.ટ્રેલર રજી નં. RJ-52-GA-5916ના ચાલક મુકેશભાઇ રામલાલ મેઘવન્સી (રહે. દલવાસા ગામ તા.દેવલી જી.ટકો (રાજસ્થાન)એ બેફામ સ્પીડે પોતાનું વાંહન ચલાવ્યા બાદ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આગળ જતા ટ્રેલરને પાછળના ભાગે પોતાનું ટ્રેલર ઘુસાડી દીધું હતું જે અકસ્માતમાં ટ્રેલરમાં બેસેલ ક્લીનર કનૈયા શ્રવણભાઇ બલાઇ (રહે. જલસીના ગામ તા.જુનીયા જી.ટોક (રાજસ્થાન)ને માંથના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચી હતી આથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલક મુકેશભાઈને પણ માંથાના ભાગે મુંઢ ઇજા પહોંચી હોવાનું મોરબી તાલુકા પોલીસમાં જાહેર થવા પામ્યું છે.

અકસ્માત અંગેના વધુ એક કેસમા કંડલા-મોરબી હાઇવે રોડ ઉપર નાઝ રોડલાઇન્સની બાજુમા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અજાણ્યા ટ્રક ચાલકે બેફામ સ્પીડે ટ્રક ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાબી દેતા સવજીભાઇ તેરસીગભાઇ વસાવા (ઉ.વ.૩૦ રહે. હાલ ખીરઇ, યાકુબભાઇ હૈદરઅલી સામતાણીની વાડીમા તા-માળીયા(મી) જી.મોરબી મુળ રહે. જરવી તા- સતરા જી.અલીરાજપુર)ની બાઇકને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં બાઈક ચાલક સવજીભાઇને ડાબા હાથમા તથા ડાબા પગમા તથા જમણા હાથમા સામાન્ય ઇજા થઈ હતી વધુમાં બાઈક પાછળ બેસેલ કાંતીભાઇ કીનશાહ વસાવા (ઉ.વ.૨૫)ને પગ પર ટ્રકનું ટાયર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની સવજીભાઇએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માત અંગેના વધુ એક કેસમાં મોરબી માળીયા હાઇવે રોડ પર આવેલ સોખડા ગામના પાટીયા નજીક મારૂતી સુઝુકી કંપનીની કાર રજી નં- GJ-03-CR-6180 ના ચાલકે મનસુખભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ-૪૭ રહે.હાલ મોરબી-૨ નજરબાગ સામે)ના મો.સા નં-GJ-36-Q-2501 ને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકસવાર ગૌરીબેનને રોડ ઉપર પટકાયા હતા જેથી તેઓને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા પહોંચી હતી ઉપરાંત મનસુખભાઇને શરિરે સામાન્ય છોલછાલ જેવી ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક નાશી છુટતા મનસુખભાઇએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે તાપસ હાથ ધરી છે.

આ ઉપરાંત ટંકારા મોરબી રોડ પર આવેલ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે બાઈક ચાલકે સાયકલને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. સ્પ્લેન્ડર પ્લસ રજી ન.જીજે૦૩એલએચ-૨૮૯૮ ના ચાલક યશ શૈલેષભાઇ પટેલ (રહે-રાજકોટ)એ પુર ઝડપે બાઈક ચલાવી ધનજીભાઇ કરશનભાઇ ઝાપડા (ઉ.વ-૩૭ રહે- ટંકારા જીવાપરા શેરી તા.ટંકારા જી.મોરબી) ના પુત્ર તુષારની સાયકલને ઠોકરે લીધી હતી જેમાં તુષાર સાયકલ પરથી જમીન પર પટકાતા તેને ઢીચણના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા થઈ હતી તથા બાઈક પાછળ બેઠેલ સાહેદને શરીરે છોલાણ તથા મુંઢ ઇજાઓ થઈ હતી આથી ધનજીભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના નવલખીરોડ પરના શ્રી હરી પાર્કની નજીક પગપાળા રસ્તો ઓળંગતા ગોવિંદભાઇ અરજણભાઇ વાઘેલાના પત્ની ધનીબેન (ઉ.વ.૩૫)ને રજી.નં જી.જે.૩૬.કે.૫૯૧૯ ના બાઈક ચાલકે દિનેશભાઇ વેરશીભાઇ કોળી (રહે-મોરબી નવલખી રોડ રોકડીયા હનુમાનની પાછળ)એ અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ધનીબેનને જમણા પગમા ફેકચર થયું હતું તેમજ માથામા પણ ઇજા પહોંચી હતી.અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઇજા પહોંચી હોવાની ગોવિંદભાઇએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!