Thursday, December 5, 2024
HomeGujaratહળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલપંપમાં ચોરી કરનાર બે ઈસમોને દબોચી લેવાયા

હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલપંપમાં ચોરી કરનાર બે ઈસમોને દબોચી લેવાયા

ક્રાઇમ બ્રાંચ ટીમે સ્વીફ્ટ કાર, ત્રણ મોબાઇલ, સ્માર્ટ વોચ તેમજ રોકડ સાથે બે ઇસમોને ઝડપી લીધા,એકની શોધખોળ

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના વેગડવાવ ગામ નજીક ન્યારા કંપનીના જય ભવાની પેટ્રોલપંપમાં ૩૦ નવેમ્બરે વહેલી સવારે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ બુકાનીધારી દ્વારા ૩૩ હજાર રોકડા તેમજ સ્માર્ટ વોચ સહિત રૂ.૩૪ હજારની ચોરીની ઘટના બની હતી, ત્યારે મોરબી ક્રાઈમ બ્રાંચ ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ત્રણ પૈકી બે ઇસમોને સ્વીફ્ટ કાર સહિત ચોરી કરેલ રોકડ, સ્માર્ટ વોચ તથા ત્રણ નંગ મોબાઇલ સહિત રૂ.૧,૬૨,૫૦૦/-નો મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે. આ સિવાય પકડવા પર બાકી એક આરોપીને પકડી લેવા આગળની તપાસ ચલાવી છે.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ જય ભવાની પેટ્રોલપંપમાં ૩૦ નવેમ્બરના રોજ વહેલી સવારે ચોરીના ગુનાની ઘટના બની હતી. ત્રણ અજાણ્યા બુકાનીધારી ઈસમો નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા અને પંપની ઓફિસમાં બે જુદા જુદા ટેબલના ખાનામાં રાખેલ કુલ રોકડ રૂ.૩૩,૦૦૦/- તેમજ ટેબલ ઉપર રાખેલ પંપ કર્મચારીની સ્માર્ટ વોચની ચોરી કરી લઈ ગયા હતા.

મોરબી જીલ્લા પોલીસે આ ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાંચ ટીમે, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ત્યારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમો અને ખાનગી બાતમીદારોની બાતમીને આધારે ઉપરોક્ત ચોરીને અંજામ આપનાર આરોપીઓ ગ્રે કલરની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૧૨-સીજી-૪૦૮૧ હાલ હળવદ વિસ્તારમાં આવેલ છે, જેઓ મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલ નજીક ઉભા હોય જે મુજબની બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચ ટીમે સ્થળ ઉપર કોર્ડન કરી સ્વીફ્ટ કારમાંથી બે ઇસમોને ઝડપી લેવાયા હતા, ત્યારે બંને ઇસમોની આગવી ઢબે પૂછતાછ કરતા પેટ્રોલપંપમાં ચોરી કર્યાની કબુલાત આપી જે પૈકીના રોકડા રૂપિયા ૩૧ હજાર તથા ચોરી કરેલ સ્માર્ટ વોચ પોલીસને પરત કર્યા હતા.

આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે આરોપી સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાહબક્ષ સાલેભાઇ સમા રહે.માધાપર સમાવાસ તા.જી.ભુજ (કચ્છ) તથા મુસ્તાક પચાણભાઇ સમા રહે.જુણાદેઢીયા તા.ભુજ હાલે રહે. માધાપર મહાપ્રભુનગર સોસાયટી તા.જી.ભુજની અટક કરી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સ્વીફ્ટ કાર કિ.રૂ.૧ લાખ, મોબાઇલ નંગ ૩ કિ.રૂ.૩૦,૫૦૦/-, ચોરી કરેલ ૩૧ હજાર તથા સ્માર્ટ વોચ કિ.રૂ.૧ હજાર સાથે ૧,૬૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હજુ એક આરોપી ઇશાભાઇ રાયબભાઇ સમા રહે.જુના દેઢીયા ગામ તા.જી.ભુજ (કચ્છ)ને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે, હાલ પકડાયેલ બંને આરોપીઓને હળવદ પોલીસ મથકમાં આગળની કાયદેસરની કાર્યવાહી સબબ સોંપી આપવામાં આવ્યા છે.

વધુમાં ઉપરોક્ત આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડેથી લઇ આવી મોરબી તથા આસપાસના જીલ્લાઓમાં મોડી રાત્રીના સમયે હાઇવે પર આવેલ પેટ્રોલપંપમાં રેકી કરી પેટ્રોલપંપના કર્મચારીઓ સુઇ ગયેલ હોય તેવા સમયે પેટ્રોલપંપની ઓફીસમાં હથીયારો સાથે ઘુસી પેટ્રોલપંપમાં રહેલ રોકડા રૂપીયા તથા ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ વાળા હોવાનું સામે આવ્યું છે.

અંતમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને સંદેશ આપી સાવચેત કરાયા છે કે આરોપીઓ મોડી રાત્રીના સમયે હાઇવે રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ ઉપર રેકી કરી પેટ્રોલપંપના કર્મચારીઓ સુઇ ગયેલ હોય તેવા પેટ્રોલપંપની ઓફીસોમાં ઘુસી રોકડ રકમ તથા ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે જેથી પેટ્રોલપંપ ઉપર રાત્રી ફરજ દરમિયાન રહેલ તમામ કર્મચારીઓને એકી સાથે નહીં પરંતુ વારા ફરથી સુવા તેમજ જરૂરી સિક્યુરીટી સ્ટાફ રાખવો તેમજ રાત્રીના સમયે ઓફીસે લોક રાખવી તેમજ ઓફીસમાં રોકડ રકમ નહી રાખવી જેથી આવા પ્રકારની ચોરીના બનાવો બનતા અટકાવી શકાય છે તેમ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!