મોરબી સીટી એ-ડીવીજન પોલીસે પોકેટ કોપનો ઉપયોગ કરી મોરબી શહેરમાંથી ચોરી થયેલ છકડો રીક્ષા સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમાથી પરસોતમ ચોકમાથી ચોરી થયેલ છકડો રીક્ષા ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતા હોય દરમ્યાન હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે ચોરી થયેલ છકડો રીક્ષા સાથે બે ઇસમો વાવડી ચોકડી ખાતેથી મળી આવતા કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા છકડો રીક્ષા ચોરીની હોવાનુ જણાતા જીતેશભાઇ સવાભાઇ દેલવાણીયા (રહે.મોરબી વાવડીરોડ સત્યમ ગૌશાળા પાસે ભુતારીના નાલા પાસે) તથા મુકેશભાઇ ભનાભાઇ દેલવાણીયા (રહે.મોરબી વાવડીરોડ ગણેશનગર પાછળ કેનાલ કાંઠે ઝુપડામાં) નામના આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.