હળવદ પોલીસ ટીમે હળવદના રાણેકપર ગામે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી રાણેકપર ગામના ઝાંપા નજીક આવેલ દશામાંના મંદિર પાસેથી જાહેરમાં વેચાણ અર્થે રાખવામાં આવેલ ૧૫ લીટર દેશી દારૂ તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની એક નંગ બોટલ એમ કુલ કિ.રૂ.૬૦૦/-સાથે આરોપી પિતા-પુત્ર નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા ઉવ.૫૩ તથા રાજુ નવઘણભાઇ ઉડેચા ઉવ.૩૦ બંને રહે. જુના રાણેકપર રામજી મંદીર પાસે તા-હળવદ જી.મોરબીને ઝડપી લેવામાં આવ્યા હતા જયારે ઉપરોક્ત બંને પિતા પુત્ર આરોપીઓ વતી દેશી-વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપી ગોપાલભાઇ કરશનભાઇ ખંભાળીયા રહે-જુના રાણેકપર તા-હળવદ જી-મોરબી હળવદ પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી ન આવેલ ત્યારે હળવદ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.