Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેરના મેસરીયા સહકારી મંડળીમાં મતદાન બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી બે વ્યક્તિઓ...

વાંકાનેરના મેસરીયા સહકારી મંડળીમાં મતદાન બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી બે વ્યક્તિઓ ઉપર હુમલો:આઠ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના મેસરીયા ગામે પ્રમુખપદ તથા અન્ય હોદ્દેદારોની વરણી માટેની બેઠકમાં મતદાન કરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપી બે ઈસમોએ છ અજાણ્યા માણસો દ્વારા છરી અને પાઈપથી હુમલો કરાવી ઇજાઓ પહોચાડતા ભોગ બનનાર દ્વારા સારવાર ડાએમિયાં હોસ્પિટલના બુછાનેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. ૨૨/૦૭ના રોજ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા અશ્વીનભાઇ ધીરૂભાઇ રાઠોડ ઉવ.૩૫ એ આરોપી શીવકુભાઇ દાદભાઇ ખાચર, બાબભાઇ કથુભાઇ કાઠી બંને રહે.મેસરીયા તા.વાંકાનેર તથા છ અજાણ્યા ઇસમો એમ કુલ આઠ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદીના પિતા- ધીરુભાઇ મેસરીયા ગામે જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદના ઉમેદવાર હોય ત્યારે ગત તા. ૨૨/૦૭ના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવા માટેની મીટીંગ મળેલ હોય જે બાબતેનુ મનદુ:ખ રાખી ઉપરોક્ત બે આરોપીઓએ અજાણ્યા માણસોને નંબર વગરની બોલેરો કારમાં બોલાવતા તે અજાણ્યા માણસોએ છરી તથા પાઇપ વડે અશ્વિનભાઈ તથા કેસાભાઇ ગોવીંદભાઇ ઉપર હુમલો કરી અશ્વિનભાઈને છરી વતી માથામાં તથા હાથમાં ઇજા કરી તેમજ કેસાભાઇને માથામા તથા હાથે પાઇપ વતી ઇજા પહોંચાડી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . ત્યારે અશ્વિનભાઈ દ્વારા બે આરોપીઓ સામે નામજોગ તથા અન્ય છ જેટલા અજાણ્યા આરોપી તરીકે મૂળ ૮ આરોપીક સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓની અટક કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!