મોરબી જિલ્લામાં અપમૃત્યુની બે ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બે લોકોના અકાળે મોત નિપજતા જુદા-જુદા પોલીસ મથકમાં આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના નવલખીરોડ ટાવર સામે રહેતા કિશોરભાઇ કાનજીભાઇ પરમારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે મોરબીના એક મકાન લીધું હતું પરંતુ એના રૂપિયા ભરપાઈ કરી ન શકતા તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. ત્યારે તેને લાગી વતા તેમના ઘરે ગળે ફાસોખાઈ જીવન ટુંકાવ્યું હતું. જેની જાણ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
બીજીતરફ મોરબીના ઉટબેટ સામપર ગામે લાખાભાઇ છત ઉપરથી પડી જતાં મોત થયું હતું. લાખાભાઇ છત પરથી નીચે પડી જતાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડો.આર કે સીંગ દ્વારા તેમને મૃતક જાહેર કર્યા હતા. ત્યારે મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.