મોરબી તેમજ વાંકાનેર સીટી વિસ્તારમાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા જુદા બનાવમાં કુલ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જયારે એક મહિલા સહીત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેય અકસ્માતના બનાવ અંગે એક ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં તથા અન્ય બે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ અકસ્માતના બનાવમાં મોરબીના લાલપર ગામ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે ચલાવી આગળ જતા એઈટી મોટર સાયકલ રજી.જીજે-૦૩-કેકે-૮૧૯૩ ઉપર જઈ રહેલા વૃદ્ધને પાછળથી હડફેટે લેતા ઘટના સ્થળે વૃદ્ધનુ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ અકસ્માતના બનાવની મૃતકના પુત્ર હર્ષદભાઇ કેશવદાસભાઇ દેવમોરારી ઉવ-૪૪ રહે-થાનગઢ જય અંબે સોસાયટી જી-સુરેન્દ્રનગરની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
જયારે બીજા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ રહેતા સગરામભાઇ ઉર્ફે નંદાભાઇ જગજીવનભાઇ ઉધરેજા ઉવ.૫૬ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં જીજે-૩૨-ટી-૮૩૯૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આ કામના ફરીયાદી સગરામભાઇ ઉર્ફે નંદાભાઈના દીકરા અમરસીભાઇ સગરામભાઇ ઉધરેજા ઉવ.૨૭ વાળો તેના મિત્ર વિજયભાઇ વસંતભાઇ દલસાણીયા રહે.નવાપરા વાંકાનેર વાળાને પાછળ બેસાડી મોટરસાયકલ ડ્રીમ યુગા રજી.નં. જીજે-૦૩-એફકયુ-૮૯૩૦ વાળુ ચલાવીને કામે જતા હતા ત્યારે વાંકાનેર ટોલનાકા નજીક ઉપરોક્ત આરોપી ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને માણસોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે ચલાવી મોટરસાયકલ સહીત પાછળથી ટક્કર મારી હડફેટે લેતા અકસ્માત કરતા ફરીયાદીના દીકરાને બંન્ને પગના સાથળના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું જયારે મોટર સાયકલ પાછળ બેઠેલા મૃતક અમરસીભાઇના મિત્ર વીજયભાઇને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતના ત્રીજા બનાવમાં વાંકાનેર સીટીમાં નવાપરા વિસ્તારમાં પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઇ કલોલા અને તેમના પત્ની કુસુમબેન ગત તા.૦૭/૦૬ના રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી નં. જીજે-૩૬-ડી-૯૫૧૪ લઇને જીનપરા જકાતનાકા પાસેથી પસાર થયા હોય ત્યારે સ્વીફટ કાર રજી નં-જીજે-૧૩-સી.સી-૦૬૧૫ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી પ્રવીણભાઈના સ્પ્લેન્ડરને પાછળ ઠોકર મારતા પ્રવીણભાઈના પત્ની કુસુમબેન મોટર સાયકલ ઉપરથી નીચે પડી જતા તેઓને પગમાં પેની પાસે ફેકચર જેવી ઇજા થઇ હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે પ્રવીણભાઈ કલોલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે ૨૭૯,૩૩૮ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.થતા