Sunday, December 29, 2024
HomeGujaratમાળીયા(મી)ના ચાંચાવદરડા ગામ નજીક સ્વીફ્ટ કારની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢ સહિત બે...

માળીયા(મી)ના ચાંચાવદરડા ગામ નજીક સ્વીફ્ટ કારની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢ સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

માળીયા(મી) તાલુકાના ચાંચાવદરડા અને સરવડ વચ્ચે આવેલ સોહમ કોલ કારખાના પાસે સ્વીફટ કાર નંબર જીજે-૩૬-એજે-૫૯૧૬ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી બાઇક રજી.નંબર જીજે-૩૬-એબી-૭૭૧૫ વાળા સાથે જોરદાર ટક્કર મારતા મૂળ જૂનાગઢના વતની હાલરહે. ચાચાવદરડા ગામ નજીક વેગોન ઇકોપેક કારખાનાના રૂમમા રહેતા ભુપેન્દ્રકુમાર જાદવભાઇ અઘેરા ઉવ.૫૪ તથા બાઇક પાછળ બેઠેલ અન્ય બંને એકસાથે રોડ ઉપર પડી જતા ભુપેન્દ્રભાઈને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા તથા બાઇક પાછળ બેઠેલ સાહેદ દિલીપભાઇને પગમા તથા માથાના ભાગે ઇજા પહોંચાડી આરોપી પોતાના હવાલા વાળી સ્વીફટ કાર લઇને અકસ્માતના સ્થળેથી નાશી ગયો હોય. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે ભુપેન્દ્રભાઈ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!