માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના હરીપર ગામ નજીક રીડ ઉપર શંકાસ્પદ હાલતમાં પસાર થયેલ લાલ કલરની સ્વીફ્ટ કારનો પીછો કરી કારની તલાસી લેતા તેમાંથી ૨૨૫ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે કારમાં સવાર કુખ્યાત મહિલા આરોપી તથા કાર ચાલક એમ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ બંને આરોપીની સઘન પૂછતાછમાં સુરજબારી ખાતે રહેતા દેશીદારૂના સપ્લાયરના નામની પોલીસ સમક્ષ કબુલાત આપતા પોલીસે દેશી દારૂ, સ્વીફ્ટ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી સપ્લાયર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામખીયાળી-માળીયા હાઇવે રોડ ઉપર હરીપર ગામ નજીક લાલ કલરની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૧-કેક્યુ-૨૫૬૦વાળી શંકાસ્પદ હાલતમાં ત્યાંથી પસાર થતા કારનો પીછો કરી પોલીસે સ્વાઉફ્ટ કારને આંતરી તેની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકના કુલ ૯ બાચકામાંથી ૨૨૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, આ સાથે સ્વીફ્ટ કાર ચાલક આરોપી રાજવીરભાઈ પ્રકાશભાઈ ડોરીયા ઉવ.૨૪ રહે.હાલ મોરબી શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટી મૂળ રહે. માળીયા(મી) તથા અનેકો વખત દેશી દારૂમાં પકડાયેલ મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા ઉવ.૪૫ રહે.મોરબી-૨ માળીયા-વનાળીયા સોસાયટીવાળીની અટક કરવામાં આવી છે, આ સાથે પોલીસે સ્વીફ્ટ કાર કિ.રૂ.૧ લાખ તથા દેશી દારૂનો જથ્થો ૪૫ હજાર સહિત કુલ કિ.રૂ.૧.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉપરોક્ત પકડાયેલ બંને આરોપીઓની દેશી દારૂ અંગેની સઘન પૂછતાછમાં માળીયા(મી) તાલુકાના સુરજબારી ખાતે રહેતા સલીમ ઉર્ફે કલો હબીબભાઈ જેડા પાસેથી દેશી દારૂનો જથ્થો વેચાણથી લીધો હોવાની કબૂલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.