વાંકાનેરમાં એન્જીનીયરે મકાન બનાવવાનો પ્લાન કાઢી આપ્યા બાદ મકાનના બાંધકામ દરમ્યાન સાઇટ ઉપર હાજરી ન આપતાં હોવાનો ખાર રાખી મકાન માલિકે એન્જીનયર સહિત બે વ્યક્તિઓને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૩માં રહેતા સીવીલ એન્જીનયર સમીર અહેમદહુશેન કુરેશી (ઉ.વ-૩૧) એ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૬ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેઓ સીવીલ એન્જીનીયરનો વ્યવસાય કરતા હોય આજથી પાંચેક વર્ષ પહેલા રફીક જુમા ચોહાણ (રહે.ચંદ્રપૂર, તા.વાંકાનેર) વાળાના મકાનનો પ્લાન બનાવી આપેલ હોય અને આરોપી કટકે-કટકે મકાન બનાવતા હોવાથી ફરિયાદીને અવાર નવાર ફરિયાદીને મકાનની સાઇટ ઉપર બોલાવતા હતા જેથી એન્જીનીયર સમીરે રફીકને મકાનની સાઇટ ઉપર આવવાની ના પાડી રહ્યા હતા જેનો ખાર રાખી રફીક દ્વારા સમીર કુરેશી અને તેની સાથે રહેલા મહમદહુશનભાઇને સ્કુટર લઇ જતા હતા ત્યારે આરોપીએ સ્કુટર રોકી મન ફાવે તેમ અપશબ્દો કહી મહમદહુશેનભાઇને ગાલ ઉપર ફડાકા માર્યા હતા તથા અને એન્જીનીયર સમીરને ઢીંકાપાટુનો મૂંઢ માર મારી તથા ઇંટ વડે પેટના ભાગે, વાંસાના ભાગે તથા માથાના પાછળના ભાગે માર મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં બાદમાં ફરીયાદી સમીરે સારવાર લીધા બાદ વાંકાનેર શહેર પોલીસ મથકે આરોપી રફીક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.