વાંકાનેરના મહીકા ગામથી હોલમઢ જવાના રસ્તે બાઈક ઉપર વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂ તથા બાઈક સહિતનો મુદામાલ કબ્જે કરી બંને આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહીકા ગામથી હોલમઢ તરફ જતા રોડ પર ને.હા. રોડના ઢાળ પાસેથી મોટર સાયકલ રજી. જીજે-૦૩-એમક્યુ-૩૦૮૦ ઉપર સવાર બે શખ્સો વેચાણ કરવાના હેતુસર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૧ બોટલ લઇ નીકળતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બંને ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે આરોપી વીશાલભાઇ ભુપતભાઇ બોહકીયા ઉવ.૨૪ તથા મનીષભાઇ અરજણભાઇ બોહકીયા ઉવ.૧૯ બંનેરહે.શુકલ પીપળીયા તા.જી.રાજકોટ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.