Friday, January 17, 2025
HomeGujaratમોરબીમાં દારૂ અંગેના બે દરોડામાં બે શખ્સો ઝડપાયા

મોરબીમાં દારૂ અંગેના બે દરોડામાં બે શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં દારૂ અંગે પોલીસે બે સ્થળોએ રેઇડ પાડી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

દારૂ અંગેના કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસે મોરબીના ટિબડી ગામેં આવેલ પાટિદાર ટાઉનશીપ થી ગણશનગર જવાના કાચા પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા રામકુમાર જગમાલ બાજીયા (ઉ.વ. ૩૧ રહે.બ્લોક નં.૩૬ ગણેશનગર ટીંબડી ગામ)ને અટકાવી તલાશી લીધી હતી. જે દરમિયાન આરોપીના કબ્જામાંથી ૧૨૦૦ રૂપિયાની કિંમતની ૪ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. આથી પોલીસે ઇસમને પકડી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત હળવદ પોલીસે હળવદ હરીદર્શન હોટલની બાજુમાં કુળદેવી કૃપા ગેરેજ પાસેથી આરોપી બળદેવ ઉર્ફે જેઠો ધીરૂભાઇ વિઠલાપરા (ઉવ-૩૨ રહે.હળવદ રાણેકપર રોડ, વૃદાવન સોસાયટી તા.હળવદ)ને ૦૩ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા ૧૧૨૫નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!