મુખ્ય સૂત્રધાર વાડી માલીક તથા મોરબીના એક શખ્સ સહીત બેની શોધખોળ
ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નસીતપર ગામે આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા ૧૧૬ લીટર દેશીદારૂ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા., જયારે મુખ્ય સૂત્રધાર એવા વાડી માલિક તથા મોરબી રહેતો એક શખ્સ પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય જેથી બંનેને ફરાર દર્શાવી કુલ ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળેલ કે ટંકારાના નસીતપરના અશોકસિંહ ઝાલા તથા મોરબીના જુના બસસ્ટેન્ડવાળો સલીમ જુમાભાઈ ચૌહાણ ભાગીદારીમાં અશોકસિંહની નસીતપર ગામે આવેલ વાડીની ઓરડીમાં દેશીદારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા વાડીની ઓરડીમાંથી કુલ ૧૧૬ લીટર દેશીદારૂ સાથે આરોપી અનિલ ગોવિંદભાઇ મકવાણા ઉવ-૪૦ રહે.મોરબી વીશીપરા કુલીનગર-૧, જુવાન અમરશીભાઇ રાઠવા ઉવ-૨૬ હાલ રહે.નસીતપર અશોકસિંહ ઝાલાની વાડીમાં મુળ રહે.ગામ-કીકાવાડા ધોડા ફળીયા તા.જી.છોટાઉદેપુરની અટક કરવામાં આવી હતી, જયારે પોલીસની રેઇડ દરમિયાન વાડી-માલિક અશોકસિંહ હનુભા ઝાલા રહે.નસીતપર તા.ટંકારા જી.મોરબી, સલીમ જુમાભાઇ ચૌહાણ રહે.મોરબી જુના બસસ્ટેન્ડ મસ્જીદની બાજુમા હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી કુલ ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.