Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીના બેલા નજીકથી બે ઈસમો દારૂ બિયરના જથ્થા સાથે ઝડપાયા

મોરબીના બેલા નજીકથી બે ઈસમો દારૂ બિયરના જથ્થા સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના બેલા ગામની સીમ ખોખરા હનુમાન જવાના કાચા રસ્તા ઉપર થી લેપવિંગ સીરામીક સામેથી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી ગણનાપાત્ર ઇગ્લિશ દારૂના જથ્થા સાથે બેસમને પકડી પાડવામાં આવ્યા છે. આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂ તથા બીયર મળી ૯૫,૮૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ-07-DA-0050 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી ખોખરા હનુમાન તરફથી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે તેવી ખાનગી બાતમી મળતા મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામે સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ-અલગ વોચમાં ગોઠવાઈ ગયા તે દરમિયાન હકીકતવાળી જગ્યાએ હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર જેના રજી.નં. GJ-07-DA-0050 વાળી નીકળતા તેને આડસ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાં બે ઇસમો બેસેલ હોય અને તે કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૮ કિં.રૂ.૭૭,૫૨૦/- તથા કાય તથા ટીનના બીયર નંગ-૧૭૪ કિં.રૂ.૧૮,૩૦૦/- મળી ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર નંગ-૪૩૨ કુલ કિમત રૂ.૯૫,૮૨૦/- મળી કુલ રૂ.૩,૯૫,૮૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી માલ આપનાર તથા લેનાર ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં આરોપી આમીર રફીકભાઇ મોગલ અને અનીશ રફીકભાઇ મોગલ રાજકોટ વાળાની અટકાયત કરાય છે. જ્યારે માલ આપનાર વિપુલભાઇ સોમાભાઇ કોળી રહે. મોરબી વાળાને પકડવાનો બાકી હોવાથી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!