મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ એક અસામાજિક તત્વ હળવદની શાંતિ ભંગ કરતો નજરે પડ્યો હતો. જેમાં તેણે અપશબ્દો બોલી બે શખ્સોને ઢીબી નાખ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદનાં જુના દેવળીયા ગમે રહેતા વિરમભાઇ શેખાભાઇ કલોતરાને કોઈ કારણસર માનસીંગ ઉર્ફે હગો વીહાભાઇ કોળી સાથે માથાકૂટ થતા આરોપીએ વિરમભાઇ તથા તેના સાથીને ફોનમા જેમ ફાવે તેમ ગાળો બોલી તેમજ ફરિયાદીને રૂબરૂ મળી આરોપીએ ગાળો બોલી ઢીકાપાટુનો અને પાવડાના ધોકા વડે માથામાં એક ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.