મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ પર આવેલ સિમ્પોલો સીરામીક કારખાનાની સામે નીકળતી નદી પાસે આવેલ મામાદેવના મંદિર પાસે બાવળની કાટમા જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી તેમના વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ પર આવેલ સિમ્પોલો સીરામીક કારખાનાની સામે નીકળતી નદી પાસે આવેલ મામાદેવના મંદિર પાસે બાવળની કાટમા બે ઈસમો ગંજીપાના તથા પૈસા વડે પૈસાની હારજીતનો નશીબ આધારીત તીન પતી રોનપોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા તથા રોહિતસિંહ બળવંતસિંહ જાડેજા નામના શખ્સોને રૂ-૪૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.