Thursday, January 16, 2025
HomeGujaratઇક્કો કારમાં 400 લીટર દેશી દારૂ ભરી સોનકીને પહોંચાડવા જતા બે શખ્સો...

ઇક્કો કારમાં 400 લીટર દેશી દારૂ ભરી સોનકીને પહોંચાડવા જતા બે શખ્સો ટીંબડીના પાટીયેથી ઝડપાયા

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસેથી ઇકો કારમાં દેશી દારૂ ભરી ખેંપ મારવા જતા બે શખ્સો પોલીસ ઝપટે ચડ્યા હતા જ્યારે આ પ્રકરણમાં સોનકી નામની આરોપી મહિલા સહિત બે ના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા હાઈવે પર આવેલ પાવર હાઉસ સામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઇકો કાર રજી.નં. GJ-10-F-5994 ને અટકાવી પોલીસે તલાશી લેતા કારમાંથી આઠ હજારની કિંમતનો આશરે ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂ સાથે આરોપી ઇશાકભાઇ કાળુભાઇ સધવાણી અને સાઉદીનભાઇ હબીબભાઇ કટીયાને ઝડપી લીધા હતા. જેની પૂછપરછ દરમિયાન સુલ્તાનભાઇ ઉર્ફે ટપુસ રસુલભાઇ કટીયા અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયાનું નામ ખૂલતાં પોલીસે બન્નેને ફરારી જાહેર કરી તપાસ લંબાવી છે.

વાંકાનેરમાં ચાર બોટલ દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર તાલુકાના નવાપરા નજીક વાસુકી દાદાના મંદિર પાસેથી ઇંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.1 ની 1500 રૂપિયાની કિંમતની ચાર બોટલ દારૂ સાથે હીરો કંપની બાઈક રજી નંબર GJ-13-AG-6983 લઈ નીકળેલ બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આરોપી વિપુલભાઇ ધુળાભાઇ ડાભી (ઉ.વ.૨૬) અને દેવશીભાઇ રૂપાભાઇ ડાભી (ઉ.વ.૧૯ રહે.બંન્ને લાખામાસી તા.થાન જી.સુ.નગર)ને બાઈક, દારૂ સહિત 21500 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!