Friday, October 18, 2024
HomeGujaratમોરબીના બેલા નજીક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ૬૦ બોટલ લઈ નીકળેલ બે...

મોરબીના બેલા નજીક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ૬૦ બોટલ લઈ નીકળેલ બે શખ્સો ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબીના બેલા ગામ નજીક પંચશીલ કોમ્પલેક્ષની સામે પીપળી જેતપર હાઇવે રોડ ઉપરથી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-એમઈ-૩૮૧૩ માં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂની ૬૦ બોટલ લઈને નીકળેલા રાજેશભાઇ મમુભાઇ અખીયાણી ઉવ.૩૦ રહે.લાલપર સીરામીક સીટી અવધ સીટી ફ્લેટ નં-૨૦૧ મોરબી-૦૨ મુળગામ-હમીરપર ગામ તા-રાપર જી-કચ્છ, રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉવ-૨૯ રહે-મોરબી-૨ ધર્મમંગલ સોસાયટી ધર્મેન્દ્રભાઇ પટેલના મકાનમાં ભાડેથી મહેન્દ્રનગર ગામ મુળગામ-આંસલપુર ગામ જી.રાજકોટને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ૨૦,૪૦૦/-તથા સ્વીફ્ટ કાર જેની કિ.રૂ. ૩લાખ એ. કુલ ૩,૨૦,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!