Sunday, September 8, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

મોરબીમાં રોજ-બરોજ વિદેશી દારૂ પકડાવવાનાં ગુન્હાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે મોરબી શનાળા રૉડ સરદાર બાગની પાસે જાહેરમા કાસમભાઈ મામદભાઈ દલ (રહે વજેપર શેરી નં.૫ મોરબી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેની તપાસ કરતા આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બેલેન્ટાઈન્સ ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૨ બોટલનો કુલ રૂ.૨૦૦૦/- નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખી મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે ચંદ્રપુર ગેલેક્સી સોસાયટી પહેલા પતાળીયાના નાલા પાસે રેઈડ કરી ભારતીય બનાવટના કંપની શીલબંધ MCDOWELLS NO.1 COLLECTION WHISKY ની ૦૨ બોટલોનો રૂ.૭૫૦/-નો મુદ્દામાલ જે આરોપીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. તે મળી આવતા પોલીસે મુદ્દમાલ સાથે અમીતભાઈ ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ (રહે.ચંદ્રપુર પાણીના ટાંકા પાસે તા.વાંકાનેર જી.મોરબી) નામનો શખ્સ સ્થળ પર મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!