Wednesday, October 30, 2024
HomeGujaratચોરાઉ ઘડિયાળ સાથે નીકળેલા બે શખ્સો ટંકારા પોલીસની ઝપટે

ચોરાઉ ઘડિયાળ સાથે નીકળેલા બે શખ્સો ટંકારા પોલીસની ઝપટે

ટંકારા પોલીસ સ્ટેશન નજીકથી ચોરાઉ દીવાલ ઘડિયાળ સાથે બાઇક પર નિકળેલા બે ચોરને દબોચી લઇ ટંકારા પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકાર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એક પેશન પ્રો બાઇક નં GJ-36-AA-6281 માં બે શખ્સો સોહિલ સત્તારભાઈ ભાણુ (ઉ.વ.૨૪) રહે. કલ્યાણપર તા. ટંકારા જી.મોરબી તથા દિનેશ નાનજીભાઈ જાદવ (ઉ.વ.૨૧) રહે.ટંકારા ઉગમણા નાકે પટેલ પાનની બાજુમા તા. ટંકારા જી. મોરબી વાળાઓને ચોરી ની શકપડતી ૦૯ ઘડીયાળો કિમંત રૂપિયા ૩૦૦૦/- સાથે મળી આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં બન્ને આરોપીઓએ આ દિવાલ ઘડીયાળો લજાઈ પાસે આવેલ સ્ટીવન કારખાનામાંથી ચોરી કાર્યનું કબુલ્યું હતું. જેને પગલે પોલીસે દિવાલ ઘડીયાળો નંગ ૦૯ કિમંત રૂપીયા ૩૦૦૦/ તથા મો.સા નં GJ-36-AA-6281 વાળા ની કિ.રૂ. ૨૫૦૦૦ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આકામગીરી દરમિયાન પીએસઆઈ બી.ડી.પરમાર, એ.એસ.આઈ એમ.કે.બ્લોચ, કોન્સ્ટેબલ હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિહ ઝાલા સહિતના અધિકારીઓ ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!