સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે થોડા દિવસો પૂર્વે મોરબી પોલીસની ઊંઘ ઊડી જાય તેવી કાર્યવાહી કરી પીપળીયા ચાર રસ્તા નજીક વિરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લીધો હતો. અને સ્થળ પરથી એક પોલીસકર્મી સહિત 11 ઇસમોને પકડી પાડયા હતા. ત્યારે મોરબી તાલુકાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આજે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબીના વિરપરડા ગામ નજીકથી ડીઝલ ચોરી કરતા એક પોલીસકર્મી સહિત 11 ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસકર્મી ભરત પરબત ભાઇ મિયાત્રા સહિતની ધરપકડ કરાઇ હતી. જેને લઇ મોરબી તાલુકાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બીટ જમાદાર અર્જુનસિંહ ઝાલા અને આરોપી પોલીસકર્મી ભરત મિયાત્રાને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા પોલીસકર્મી સહિત પકડાયેલ આરોપીઓ પૈકી ત્રણના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, SMC ટીમ તમામ આરોપીઓને લઈને અમદાવાદ તપાસ માટે લઇ ગઈ છે.