ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા જીલ્લા કક્ષાની ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ‘૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત મોરબી જિલ્લાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં તાલુકા કક્ષાએ પસંદ પામેલા ૨૬૦ જેટલા ઉચ્ચસ્તરનાં પ્રોજેક્ટ્સ માંથી ૧૦ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ જીલ્લા કક્ષાએ પસંદ પામેલા હતા. જેમાંથી રાજ્યકક્ષાની ૩૧ મી ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ’ -‘૨૩” સાયન્સ સીટી- અમદાવાદ” ખાતે યોજાયેલ જેમાં કુલ ૩૩૦ પ્રોજેક્ટ્સ રજુ થયા હતા. જેમાથી ૨૬ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગીકારોએ પસંદ કરેલા જેમાં મોરબી જીલ્લાનાં બે પ્રોજેક્ટ્સ પસંદગી કરાઈ હતી. જેમાં જિલ્લાના પ્રથમ પ્રોજેક્ટ લીડર તરીકે હળવદ તાલુકાના રાઠોડ હિમાંશુભાઈ પી. (શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ) માર્ગદર્શક શિક્ષક તરીકે ડાંગર ભાવેશભાઈ ડી. તથા બીજા પ્રોજેક્ટ્સના લીડર તરીકે રબારી રવિભાઈ (શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા) તથા તેમનાં માર્ગદર્શક શિક્ષક પાચોટીયા જીતેન્દ્રભાઈની પસંદગી કરાઈ હતી. તેમજ ૩૧ મી “રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-‘ ૨૩ માં ભાગ લીધેલ દરેક વિધાર્થીઓ,માર્ગદર્શક શિક્ષક, વાલીઓ તથા સ્કૂલનાં આચાર્ય તથા સંચાલકોનો મોરબી જીલ્લા કલેકટર, મોરબી જીલ્લા શિક્ષણાધિકારી, મોરબી પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી તથા “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં એલ એમ.ભટ્ટ તથા જીલ્લા કો- ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટે દરેક લોકોને અભિનંદન પાઠવી ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.