મોરબીમાં અકાળે મોત તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગઈકાલના દિવસમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા હળવદ પોલીસ સ્ટેશનમાં એક-એક અકાળે મોતની નોંધ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ બોલ્સ્શેન કારખાનામાં રહેતા શાન્તુલાલ લાલરામ મિણા નામના યુવક ગઈકાલે મોરબીમાં આવેલ કૈનાલ રોડ બોરીયા પાટી પાસેની કૈનાલના પાણીમાં કોઇ કારણો સર પડી જતા ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. જયારે તેનાં મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.
જયારે બીજા બનાવમાં હળવદના ટીકર(રણ) ગામની સીમમાં નિલેશભાઇ જાદવજીભાઇ હડીયલ સતવારાની વાડીએ રહેતા વીરસીંગભાઇ નંદીયાભાઇ નિલવાલ નામના યુવકનું ગત તા.૧૦/૧૨/૨૦૨૨ ના રોજ પોતાની સાથે ઝગડો થયો હતો અને પતિ પત્ની વચ્ચે બોલાચાલી ઝગડી થતા મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા તેને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જે અંગે ડો.એ.બી.યાદવે હળવદ પોલીસ મથકમાં અકાળે મોતની નોંધ કરાવી છે.