મોરાઇ જિલ્લામાં જિલ્લામાં માર્ગ અકસ્માતે મોત તથા આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકાના મોરબી-રાજપર રોડ પર આવેલ એક કંપનીમાં કામ કરતો કર્મચારી કોઈ કારણોસર દાજી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે મોરબીનાં નીચીમાંડલ ગામે સામાજીક પ્રસંગમા ગયેલ એકે મહિલાનું કોઈ કારણોસર મોત નીપજ્યું છે. ત્યારે બંને બનાવને લઈ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના મોરબી-રાજપર રોડ પર આવેલ સર્મપણ કંપનીમા કામ કરતી વખતે ઘનશ્યામભાઇ પેથાભાઇ ચૌહાણ નામના 45 વર્ષીય આધેડ દાઝી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. જયારે અન્ય બનાવમાં મોરબી જિલ્લાનાં જેતપર ગામની રહેવાસી મંગુબેન નરશીભાઇ પરમાર ગઈકાલે પોતાના સગાને ત્યા નીચી માંડલ ગામે સામાજીક પ્રસંગમા આવ્યા હતા ત્યારે કોઇ કારણોસર તે બેભાન થતા તેઓને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડો. કે.કે.મિયાત્રાએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે…