મોરબી જિલ્લામાં આપઘાત તેમજ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે મોરબી મહેંન્દ્ર ડ્રાઇવ રોડના પુલ પરથી નદીમાં પડી જતા અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. જયારે નવા દેવળીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા ૨૪ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.જેથી પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં આવેલ મહેંન્ડ્ર ડ્રાઇવ રોડના પુલ પરથી કોઈ કારણોસર નીચે નદીમાં પડી જતા એક અજાણ્યા યુવકનું માથા ભાગે તથા શરીરે ઇજા થતા મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે યુવકનો મૃતદેહ બહાર કાઢી યુવકની ઓળખ ગોતવાનું શરુ કરી દીધું છે. જયારે અન્ય બનાવમાં નવા દેવળીયા ગામની સીમમાં આવેલ રઘુવીરસિંહ ગંભીરસિંહ દરબારની વાડીએ રહેતા ૩૮ વર્ષીય મજુર યુવક નરેશભાઇ રમણભાઇ ભીલ ગઈકાલે વાડીએ ઇલેક્ટ્રિક ટીસી પાસે લાઇટ રીપેર કરતા હતા. તે વેળાએ અકસ્માતે ઇલેક્ટ્રિક શોક લાગતા નરેશભાઇ ભીલનું મોત નીપજ્યું છે.જેથી પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.