મોરબી તાલુકાના ઘુંટુ રોડ પર સીરામિક કારખાનામાં કામ દરમિયાન યુવાનનું મોત થયું, જ્યારે માળીયા(મી)માં ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતુ. બંને બનાવોમાં પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અમૃત્યુનો પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના ઘુંટુ રોડ ઉપર આવેલ સીલક સીરામિકમાં રહેતા રાકેશકુમાર દેવનારાયણ શર્મા ઉવ.૨૯ ગઈકાલ તા.૧૯/૦૧/૨૦૨૬ના રોજ કારખાનામાં મશીન ઉપર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગળાના ભાગે ઇજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ મૃત હાલતમાં લાવવામાં આવ્યા હોવાનું જાહેર કરાયુ હતું. આ અંગે ફરજ પરના હાજર ડોક્ટર દ્વારા જાણ કરાતા તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં માળીયા(મી)પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની વિગત મુજબ, મરણજનાર સંતોષભાઈ શંકરભાઈ ચૌહાણ ઉવ.૩૬ હાલ રહે. અમદાવાદ વસ્ત્રાપુર મૂળ રહેવાસી હરવાડી જી.બેતુલા (મ.પ્ર.) વાળા ગત તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ તેમના શેઠની ગાડી લઈને અમદાવાદથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે અણીયારી ટોલનાકા પાસે પહોંચતા તેમને અચાનક છાતીમાં દુખાવો થતા ગાડીમાં પાછળ સૂઈ ગયા હતા. બાદ માળીયા(મી) તાલુકાના ઓનેસ્ટ હોટલ પાસે પહોંચ્યા બાદ તેમને જગાડવાનો પ્રયાસ કરતા તેઓ જાગેલ નહિ જેથી પહેલા માળીયા(મી) સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે તપાસ બાદ હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયાનું જાહેર કર્યું હતું.









