હળવદ તાલુકામાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવો સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેમાં નવા-જુના વેગડવાવ ગામ વચ્ચે રોડ અકસ્માતમાં અને કવાડીયા ગામે ગળેફાંસો ખાઈ એમ બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના અકાળે મૃત્યુ નિપજતા, હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં તા. ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ જુના-નવા વેગડવાવ ગામ વચ્ચે રોડ ઉપર નવા માલણીયાદ ગામના રહેવાસી જયેશભાઈ દેવજીભાઈ પરમાર ઉવ.૨૮ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-બીએ-૨૪૬૮ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર અચાનક આંખલા (ખુટીયા) સાથે અથડાતા તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ આ બનાવ અંગે મૃતકના ભાઈ નંદકિશોરભાઈ દેવજીભાઈ પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં કવાડીયા ગામ ખાતે રહેતા જાલાભાઈ હેમુભાઈ વાઘેલા ઉવ.૨૩ કોઇ કામ ધંધો કરતો ન હોય જેથી તેના માતા પિતાએ તેને કામ ધંધો કરવાનુ કહેલ જે બાબતનુ જાલાભાઈને મનમાં લાગી આવતા ગતબતા.૦૪/૦૧ ના રોજ એકલતાનો લાભ લઇ ઝુપડાની છતમા પતરાને સપોર્ટ આપતી લાકડાની વળી સાથે દોરડુ બાંધી પોતે પોતાની જાતે ગળેફાંતા ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ મામલે હળવદ પોલીસે મૃતક જાલાભાઈની પત્ની સમજુબેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









