Thursday, March 12, 2026
HomeGujaratમોરબી તાલુકામાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી તાલુકામાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી તાલુકા વિસ્તારમાં બે અલગ અલગ બનાવોમાં એક પુરુષ અને એક મહિલાનું અક્સ્માતે મોત થયું છે. લાલપર નજીક ટ્રકની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે રંગપર ગામે મહિલાને ઇલેક્ટ્રિક કરંટ લાગતા જીવ ગુમાવવો પડ્યો હતો. બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા વિસ્તારમાં બુધવારે બે અલગ અલગ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયાની ઘટના સામે આવી છે. પ્રથમ બનાવમાં પ્રમુખસ્વામી સોસાયટી પંચાસર રોડ ખાતે રહેતા રશીકભાઈ ભીખાભાઈ જીવાણી ઉવ.૪૫ ગાઈકજે તા.૧૧/૦૩ના રોજ લાલપર ગામ પાસે શૈલેષ વે બ્રિજ નજીક રસ્તા પર ચાલીને જતા હતા ત્યારે ટ્રક રજી.નં. આરજે-૩૨-જીપી-૬૯૩૭ના ચાલકે તેમને કચડી દેતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. તેમને મરણ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં રંગપર ગામ પંચાયત ઓફિસ નજીક રહેતા રજનબેન ગણેશભાઈ સાગઠીયા ઉવ.૩૩ને પોતાના ઘરે ઇલેક્ટ્રિક કરંટ લાગતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!