Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં ત્રણ વેપારીઓએ ૧૮ વર્ષ પહેલા કુલ ૪.૨૮ કરોડની GST ચોરી કરતા...

મોરબીમાં ત્રણ વેપારીઓએ ૧૮ વર્ષ પહેલા કુલ ૪.૨૮ કરોડની GST ચોરી કરતા અલગ અલગ બે ફરિયાદ નોંધાઈ

જીએસટીની મૂળ સુવિધાઓમાંની એક ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સીમલેસ ફ્લો છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરના કાસ્કેડિંગ અસરને ટાળે છે. જેનો મોરબીમાં દુરુપયોગ થતો જોવા મળ્યો હતો. મોરબીની બે પેઢીઓએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવોરીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ અને ટેક્સની ચોરી હતી. જેને લઈ બંને પેઢી વિરુદ્ધ બે અલગ-અલગ ગુન્હાઓ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદ અનુસાર, રફીકભાઇ રજાકભાઇ માંડવીયા (રહે મોરબી કુબેરનાથ રોડ)એ પોતાના માલિકીની વિશાલ એંટરપ્રાઈસ નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮નું કુલ રુપિયા ૧,૦૬,૪૮,૦૩૩ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ ન હોઇ તેમજ ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાની અનિકેત કોર્પોરેશનની વર્ષ ૨૦૦૬/૦૭ ,૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ રૂ.૧,૭૭,૮૭,૯૦૦/- અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમાં જમા કારાવેલ ન હોઇ, જેથી બન્ને આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બીજી ફરિયાદ અનુસાર, રફીકભાઇ રજાકભાઇ માંડવીયા (રહે. કુબેરનાથ રોડ,મોરબી), ગફારભાઇ રજાકભાઇ માંડવીયા (રહે. કુબેરનાથ રોડ,મોરબી) તથા તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા (રહે. કુબેરનાથ રોડ,મોરબી) નામના આરોપીઓએ પોતાના માલિકીની વિક્રમ એલોય નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭ , ૨૦૦૭/૦૮,૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૪૩,૮૪,૪૦૪/- અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ ન હોઇ જેથી ત્રણેય આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત આરોપીઓ પૈકી એક આરોપી રફીક રજાક માંડવીયા વર્ષ ૨૦૨૧ માં શનાળા બાયપાસ નજીક ગેંગવોરમાં ધડાધડ ફાયરિંગ કરી મમુ દાઢી ની હત્યા કેસમાં અને ગુજસીટોક હેઠળના ગુનામાં ભુજ ની પાલારા જેલમાં જ્યુડીસિયલ કસ્ટડીમાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!