Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આત્મહત્યા અને અકસ્માતે મોતના જુદા જુદા બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં આત્મહત્યા અને અકસ્માતે મોતના જુદા જુદા બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં આત્મહત્યા અને અકસ્માતે મોતના બે જુદા જુદા બનાવમાં યુવતી અને આધેડનું નુ મોત નિપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આત્મહત્યાના બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ કણકોટ ગામે રહેતી કાજલબેન અશોકભાઇ સુથાર નામની યુવતીએ ગઈકાલે બપોરના ૧:૦૦ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર કોઈ જ્વલનસિલ પદાર્થ છાતી જાત જલાવી લેતા તેના પિતાએ તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ યુવતી વધુ પ્રમાણમાં બળી જતા તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પર હાજર ડો. આરઝુ એ જણાવ્યું હતું. તેમજ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.

જ્યારે અકસ્માતે મોતના બનાવની વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામના વણકરવાસમાં રહેતા જયેશભાઇ અમૃતલાલ ઉભડીયા નામના અધેડ ગઈકાલે અગમ્ય કારણોસર ગામ પાસેથી પસાર થતા તળાવમાં ડૂબી ગયા હતા. જેની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓએ તેમને બહાર કાઢ્યા હતા. અને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેમની તપાસ કરી મૂળ જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!