Saturday, January 11, 2025
HomeGujaratટંકારામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરવાના અલગ અલગ બે બનાવ નોંધાયા

ટંકારામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરવાના અલગ અલગ બે બનાવ નોંધાયા

મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે આપઘાતના બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ટેન્કરના રાધીકા ઓઈલમીલ નેસડામાં રહેતા યુવકે પોતાની ઓરડિમા તથા ટંકારાની ઓનેસટ હોટલનાં મેનેજરે હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, ટંકારાના રાધીકા ઓઈલમીલ નેસડા (સુ) ખાતે રહેતા મૂળ બીહારનાં પપ્પુ શ્રીચંદ યાદવ નામના યુવકે ગઈકાલે નેસડા (સુ) ગામે રાધીકા ઓઈલ મીલની ઓરડિમા રાત્રીના સમયે ગળાફાસો ખાઈ જતા તેને સ્થાનિકો દ્વારા સારવારમા ટંકારા સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં  ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે અકાળે મોતની ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબી ખાતે રહેતા મૂળ કર્ણાટકના ઓનેસટ હોટલનાં મેનેજર પ્રદિપ બાલક્રિષ્ના શેટી ગત ૨૩/૦૬/૨૦૨૩ ના રાત્રીના જમ્યા બાદથી ઓનેસ્ટ હોટલ રૂમ નંબર-૨૦૧માં રોકાયેલ જેઓ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા સુધી રૂમમાંથી બહાર ન નિકળતા હોટેલમાં કામ કરતા કર્મચારીઓએ રૂમ ચેક કરવા જતા અંદરથી બંધ હોય જેથી પાછળની બારીમાંથી જોતા પંખા સાથે બેડશીટ વળે ગળેફાંસો ખાધેલ મૃત હાલતમાં લટકે જોવા મળતા કર્મચારીઓએ ટંકારા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. અને સમગ્ર મામલે ટંકારા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી અકાળે મોતની નોંધ કરાવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!