મોરબી જીલ્લામાં એક જ દિવસે બે અલગ અલગ અપમૃત્યુના બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં રફાળેશ્વરમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે વાંકાનેરમાં વૃદ્ધનું હાર્ટ એટેકમાં મોત થયું હતું. બંને કેસોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરાઈ છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ચતુરભાઈ જીવરાજભાઈ ચાવડા ઉવ.૩૩ એ કોઈ અકળ કારણસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
બીજા અપમૃત્યુના બનાવમાં, વાંકાનેર શહેરના વડીયા વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉવ.૬૫ નામના વૃદ્ધને ગત તા.૦૫/૧૦ના રોજ પોતાના ઘરે હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારજનો તેમની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.