મોરબી સહિત રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે જેલમાં બંધ કેદીઓને હાર્ટ એટેકના સમયે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી તે અંગે સી.પી.આર. ટ્રેનિંગ નું આયોજન મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સબ જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓને સી.પી.આર. તાલીમ અંગે ડેમો આપી માહિતગાર કરાયા હતા. જે કાર્યક્રમને અધિક્ષક ડી.એમ.ગોહેલ અને જેલર પી.એમ.ચાવડાએ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.
મોરબી સબજેલના અધિકારીઓ અને કર્મચારીઓને મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસ ૨૦૨૪ ઉજવણીના ભાગરૂપે શપતવિધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાન દિવસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જે કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ અને જેલર પી.એમ.ચાવડા અને સ્ટાફ દ્વારા પૂરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.