મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ ખુલ્લી ગટર એસટી બસ ચાલકો માટે ઉપાધિના ઘર સમાન સાબિત થઈ છે. આજે એક જ દિવસમાં બે-બે એસટી બસ આ ખુલ્લી ગટરમાં ફસાઇ જતા મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. બપોરના સમયે એક એસટી બસ આ ગટરમાં અટવાઈ બાદ બપોરના સમયગાળા બાદ વધુ એક વોલ્વો એસટી બસ પણ ફસાઈ હતો. જેને પગલે એસટી વોલ્વો બસ ગટરમાં ફસાઈ જતા બસનો કાચ પણ તૂટ્યો હતો.કાચની દુર્ઘટનામા કોઈ મુસાફરોને ઇજા પહોંચી હોત તો જવાબદાર કોણ ?આથી આ સમસ્યાની ગંભીરતાને સમજી તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.