ટંકારા તાલુકાના વિરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં રાખેલ ઓનીક્સ સ્ટ્રેકચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સોલાર પાવર પ્લાન્ટની રૂ.૨૭ લાખથી વધુની ૧૫૫ પેનલોની ચોરી કરનાર બે ઈસમોને ટંકારા પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના પુષ્કરધામ રોડ પરના વ્રજવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓનિક્સ સ્ટ્રક્ચર પ્રા. લિ.માં નોકરી કરતા ખીલનભાઇ હરેશભાઇ સાવલીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોઇ અજાણ્યા આરોપીઓએ તેમની ઓનીક્સ સ્ટ્રકચર પ્રા.લીમીટેડ કંપનીના સોલાર પાવર પ્લાટની રૂ.૨૭,૩૦,૭૨૮/-ની કિંમતની કુલ ૧૫૫ પેનલોની તેમના વિરવાવ ગામે આવેલ વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમા પ્રવેશ કરી ચોરી કરી કોઇ અજાણ્યા વાહનમા ભરી લઈ ગયા છે. જે સમગ્ર મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ટંકારા પોલીસની ટીમને તપાસ દરમિયાન ટેક્નીક્લ એનાલીસીસ તથા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ખુમાનસિગ દુર્ગસિગ પઢીયાર (રહે-તલીયા રાપુતોકા વાસરેડાના તા-શીવ જી.-બાડમેર રાજસ્થાન) તથા ગુલામ પનુ રાઉમા (રહે-બન્ને કી બસ્તી તા.-રામસર જી.-બાડમેર(રાજસ્થાન)) નામના બંને આરોપી શખ્સોને ઝડપી પાડી ગુન્હામાં ઉપયોગમા લિધેલ રૂ.૧૦,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન ટાટા એલ.પી.ટી. ૧૫૧૨ કબ્જે કરી વધુ આરોપીઓ તથા મુદ્દામાલ રીકવરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.