મોરબીમાં શાર્પ કોર્પોરેશન નામની ઓફીસ ધરાવી કેમીકલ્સ તથા રો મટેરીયલ્સ અને ટાઇલ્સનો ટ્રેડીંગનો ધંધો કરતા વેપારીને ખોટા દસ્તાવેજો આધારે બનાવટી પેઢી ઉભી કરી અલગ-અલગ બેંકોમા ખાતા ખોલાવી મોરબીના વેપારી સાથે આંતરરાષ્ટ્રીય વેપાર (એકસપોર્ટ) કરવાની લલચામણી અને લોભામણી સ્કીમો બતાવી લાખોની ઠગાઇ કરતી વિદેશી ટોળકીના બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે પંજાબમાંથી પકડી પાડ્યા છે.
કઈ રીતે આચર્યું હતું મોરબીના વેપારી સાથે કૌભાંડ
મળતી માહિતી અનુસાર, સાગરભાઇ પ્રાણજીવનભાઇ ભાડજા મોરબીમાં શાર્પ કોર્પોરેશન નામની ઓફીસ ધરાવી કેમીકલ્સ તથા રો મટેરીયલ્સ અને ટાઇલ્સનો ટ્રેડીંગનો ધંધો કરે છે. જેઓના ઇ-મેઇલ એડ્રેસ ઉપર પેસીફીસાઇન નેચરલ નટ્સ નામની કંપનીથી ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી વધારી કમાણી કરવાની લલચામણી અને લોભામણી સ્કીમોના ઇ-મેઇલ કરી તેઓની પાસેથી અલગ અલગ તારીખોએ જુદા જુદા બેન્ક એકાઉન્ટોમાં અલગ અલગ રકમ મળી કુલ રૂ.૨૯,૫૮,૬૨૫/- જેટલી રકમ ફરીયાદી સાગરભાઇ પાસેથી પંજાબ રાજયના ચંદીગઢ ખાતે આવેલ શર્મા એન્ટરપ્રાઇઝ નામથી મંગાવી રકમ પડાવી લીધેલ જે બાબતે સરકારના NCCRP Portal માં સાયબર ક્રાઇમ અંગેની અરજી કરેલ જે આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.
મોરબી એલસીબીએ કઈ રીતે ઝડપી પાડ્યા
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના ઉધોગપતિ, વેપારીઓ તથા નાગરીકો સાથે સાયબર ક્રાઇમ સબંધીત થતી ઠગાઇ-છેતરપીંડીના બનાવોમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તેમજ અવા ગુન્હાઓમાં વપરાતા ઇ-મેઇલ આઇ.ડી. મોબાઇલ નંબરો, બેન્ક એકાઉન્ટ નંબરો બાબતે ઝીણવટ ભરી રીતે તપાસ કરવા એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ, તથા જીલ્લાની અલગ અલગ ટીમો બનાવી આ બાબતે ટેકનીકલ માધ્યમ મારફતે તથા બેંક એકાઉન્ટ ડીટેલ મેળવી બેંક એકાઉન્ટ સાથે લીંક મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી બાબતે તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુધ્ધ NCCRP Portal મા ઘણી બધી અરજીઓ પેન્ડીંગ હોય જેથી આ બાબતે મોરબી ટેકનીકલ તથા એલ.સી.બી., પેરોલ ફર્લોની ટીમ બનાવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી.કાનાણી સાથે સદરહુ ગુન્હાની તપાસમા પંજાબ રાજ્યમા મોકલવામા આવેલ હતી.
મોરબી એલ.સી.બી.,ટેકનીકલ ટીમ દ્વારા પંજાબ લુધીયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીની તથા બેંક એકાઉન્ટ નંબરો બાબતે તપાસ કરતા આ ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ અને ગુન્હામા સંડોવાયેલ અમાનઉલ્લામીયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અંસારી (રહે. લુધીયાણા ચંદીગઢ રોડ BCM સ્કુલ પાસે સેકટર નં.૩૨ એ મકાન નં. ૨૫૦૬ રાજય પંજાબ મુળ. રહે. વોર્ડ નં-૦૭ વીસા ગામ શ્રીપુરજબ્દીજિ. ઉસુનસરી નેપાળ) તથા મહમદફીરદોશ ઉર્ફે રમેશકુમાર મહમદઇસ્માઇલ રાજ મહમદ શેખ (રહે. હાલ લુધીયાણા ચંદીગઢ રોડ BCM સ્કુલ પાસે સેકટર નં.૩૨ એ મકાન નં. ૨૫૦૬ રાજય પંજાબ મુળ. રહે. કિનારૂ થાણુ મનીયારી જી.મુજફ્ફરપુર બિહાર તથા હાઉસ નં-૧૧૬૩/૦૬ અર્જુનનગર રાધાક્રિષ્ના મંદિર પાસે સેકટર-૮ ગુડગાવ હરીયાણા ખાતે ભાડેથી) નામના બે ઈસમોને પકડી પાડેલ અને પકડાયેલ બંને ઈસમો પાસેથી આરોપીઓ દ્વારા બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ આધારે અલગ-અલગ બેંકોની પાસબુક,ચેકબુક તથા કાર્ડ, ગુન્હામા વપરાયેલ અલગ-અલગ કંપનીના ૮ મોબાઇલ જેની કિંમત રૂ. ૪૫,૦૦૦/-, અલગ-અલગ નામના વ્યક્તિઓના ૧૫ આધાર કાર્ડ/પાનકાર્ડ તથા મકન ભાડા કરાર સહિતનો મુદ્દામાલ,સાહિત્ય હસ્તગત કરવામા આવ્યો છે.
પકડાયેલ બંને ઈસમોની પુછ-પરછ કરતા આરોપીઓ પોતાની સાચી ઓળખ છુપાવવાના હેતુથી “રામદેવ શર્મા ” તથા “રમેશ કુમાર ” ના ખોટાનામ ધારણ કરી પોતાના બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ તથા ચૂંટણીકાર્ડ બનાવી તેમા પોતાનો જ ફોટો રાખી આ બનાવટી દસ્તાવેજ આધારે “શર્મા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી તેમજ મોબાઇલ ફોન સીમકાર્ડ તથા અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટો ખોલાવી તેમાં નાણા જમા કરાવતા અને બેન્કમાં આ છેતરપીંડીથી જમા થયેલ રકમ વિડ્રોલ કરી તે રકમ રૂબરૂ તથા હવાલા મારફતે દિલ્લી મુકામે અનિતા વિજયકુમારને મોકલી આપતા અને આ તમામ કામગીરી બન્ને આરોપીઓ ઓસાશ નામની નાઇઝીરીયન વ્યકિતના કહેવા મુજબ કરતા હોવાનું પ્રાથમીક પુછપરછમાં જણાય આવેલ છે. આ કામે પકડાયેલ બન્ને આરોપીઓના કોર્ટમાંથી ૧૦ દિવસના પોલીસ રીમાન્ડ મેળવી સમગ્ર રેકેટનો પર્દાફાસ કરવા આગળની તપાસ ચાલુ છે.