Tuesday, October 1, 2024
HomeGujaratહળવદના પ્રતાપગઢ ગામ નજીક બાઈકમાં ડમડમ હાલતમાં નીકળેલ શખ્સ પાસેથી બીયરના બે...

હળવદના પ્રતાપગઢ ગામ નજીક બાઈકમાં ડમડમ હાલતમાં નીકળેલ શખ્સ પાસેથી બીયરના બે ટીન મળી આવ્યા

હળવદ પોલીસે બાઈકમાં નશો કરેલ હાલતમાં નીકળેલ શખ્સને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી પાસ પરમીટ વગરના ગેરકાયદેસરના બીયરના બે ટીન મળી આવતા બાઈક તથા બીયરનો જથ્થો જપ્ત કરી આરોપીની અટક કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા પાસે સર્પાકારે બાઈક રજી. જીજે-૩૬-સી-૦૪૮૪ ચલાવી આવતા શખ્સને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી પાસ પરમીટ કે આધાર વગર બીયરના ગોડફાધર સ્ટ્રોંગ બ્રાન્ડના બે ટીન કિ.રૂ.૨૦૦/- મળી આવતા આ સાથે આરોપી હરેશભાઈ ઉર્ફે અનીયો બાબુભાઈ પાટડીયા ઉવ.૩૦ રહે. સુલતાનપુર તા.માળીયા(મી)ની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બિયરનો જથ્થો, બાઈક તથા એક નંગ મોબાઇલ સહિત કુલ કિ.રૂ. ૨૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!